
સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના
પગલા ના આ ધ્વનિ છે તમારી વિદાય ના,
આરામ માં છું કોઇ નવા દુઃખ નથી મને
હા, દર્દ છે થોડાક વિતેલી સહાય ના,
ભેદ આ કુદરત નો છે કોઇ ને એ સમજાય ના
દુઃખ અહિં ટેવાઇ જાએ સુખ અહિં ટેવાય ના,
મીટ સૌની આમતેમ છે - દિલ બેકરાર છે
જાણે અહિં બધા ને તારો ઇન્તંઝાર છે,
જરા જોતા કોઇ ની વાતો મા જીવન પણ છે, મરણ પણ છે
તને લાગી નથી દિલ માં તુ દિલ ની વાત શું જાણે,
ઉથલ પાથલ હતી મારી બધી તારા સહારા પર
કે દરિયા નાં જે મોજા છે ફ્કત ઉછળે છે દરિયા પર!!!
No comments:
Post a Comment