જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.
પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.
આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે "મીત" મજાનો છે નેક છે.
એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો "મીત" તો લાખોમાં એક છે.
K A V Y A N J A L I..By..-Meet Bhatt A FLOW OF INNER FEELINGS FOR THE FRIENDS. . AND. . FOES...!.!. જીવનના કંઇક તોફાનોમાં ડેલી બંધ રાખી’તી ............. તમારા શ્વાસની ખુશબુથી ઘર આજે ઉઘાડ્યાં છે................. હરફ ના કોઇ ઉચ્ચારો , અમારી ખાનદાની પર................ સ્વિકારી કારમી મે હાર , દુશ્મનને જીતાડ્યાં છે.
Wednesday, January 30, 2008
સુરાલય...
કહે છે સુરાલય માં સૌ ખરાબ મને
મળી છે મારા પુરતી શરાબ મને,
સુરા સાથે રહ્યો સંબંધ ભલે કીધી છે તૌબાઓ
નશાખોરો માં જોઉ છું હવે મારા તમાશાઓ,
જ્યારે આંખો નથી કંઇ કામની
ત્યારે વર્ષો પછી એનો ખત છે,
ગઇ કેટલી રાહ એ ખબર પડે ના
જરા જુઓ પાછળ તો રસ્તો જડે ના,
એમાં જ મારો જીવ રહે દમબદમ રહે
તારી ખુદાઇ ઠેઠ સુધી ઓ સનમ રહે,
ઉપર થી જો જુઓ તો છે રઝળપાટ
નહીતર છે બધા ખુદા ની જગા પર,
"મીત" તુ શું બહાનુ શોધે છે
મારુ આખુ જીવન બહાનુ છે.
મળી છે મારા પુરતી શરાબ મને,
સુરા સાથે રહ્યો સંબંધ ભલે કીધી છે તૌબાઓ
નશાખોરો માં જોઉ છું હવે મારા તમાશાઓ,
જ્યારે આંખો નથી કંઇ કામની
ત્યારે વર્ષો પછી એનો ખત છે,
ગઇ કેટલી રાહ એ ખબર પડે ના
જરા જુઓ પાછળ તો રસ્તો જડે ના,
એમાં જ મારો જીવ રહે દમબદમ રહે
તારી ખુદાઇ ઠેઠ સુધી ઓ સનમ રહે,
ઉપર થી જો જુઓ તો છે રઝળપાટ
નહીતર છે બધા ખુદા ની જગા પર,
"મીત" તુ શું બહાનુ શોધે છે
મારુ આખુ જીવન બહાનુ છે.
સ્મિત...
એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.
ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.
‘હા’ ભલે પાડી ના, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.
રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ,
લે પરોવી દે દિલમાં છરી, જે પરોવી નથી હજી.
સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
દિલ ની આશ મા આગ લાગી નથી હજી
"મીત" ! શ્વસે છે વર્ષોથી કેમ આ સમય ?
લાગે છે એણે તને જ જોયો નથી હજી.
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.
ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.
‘હા’ ભલે પાડી ના, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.
રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ,
લે પરોવી દે દિલમાં છરી, જે પરોવી નથી હજી.
સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
દિલ ની આશ મા આગ લાગી નથી હજી
"મીત" ! શ્વસે છે વર્ષોથી કેમ આ સમય ?
લાગે છે એણે તને જ જોયો નથી હજી.
Tuesday, January 29, 2008

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના
પગલા ના આ ધ્વનિ છે તમારી વિદાય ના,
આરામ માં છું કોઇ નવા દુઃખ નથી મને
હા, દર્દ છે થોડાક વિતેલી સહાય ના,
ભેદ આ કુદરત નો છે કોઇ ને એ સમજાય ના
દુઃખ અહિં ટેવાઇ જાએ સુખ અહિં ટેવાય ના,
મીટ સૌની આમતેમ છે - દિલ બેકરાર છે
જાણે અહિં બધા ને તારો ઇન્તંઝાર છે,
જરા જોતા કોઇ ની વાતો મા જીવન પણ છે, મરણ પણ છે
તને લાગી નથી દિલ માં તુ દિલ ની વાત શું જાણે,
ઉથલ પાથલ હતી મારી બધી તારા સહારા પર
કે દરિયા નાં જે મોજા છે ફ્કત ઉછળે છે દરિયા પર!!!
Shabd....
પડછાયા પાંગરીને સરકતા નથી હવે
સુરજ તમારી યાદ ના ઉગતા નથી હવે,
ભીંતો ચણાઇ ગઇ છે અહીં સૌની આસપાસ
રસ્તા ને જોડતા કોઇ રસ્તા નથી હવે,
શબ્દો જ ક્યાં હતા કે દિલાસોય આપીયે
બહેલે જરા દિલ એ તમાશા નથી હવે,
થીજી ગયેલા રાજકોટ માં “ખુશ્બુ” ને શોધવા
ઊંચકી ને “મીત” ની નનામી કોઇ નીકળતા નથી હવે.
સુરજ તમારી યાદ ના ઉગતા નથી હવે,
ભીંતો ચણાઇ ગઇ છે અહીં સૌની આસપાસ
રસ્તા ને જોડતા કોઇ રસ્તા નથી હવે,
શબ્દો જ ક્યાં હતા કે દિલાસોય આપીયે
બહેલે જરા દિલ એ તમાશા નથી હવે,
થીજી ગયેલા રાજકોટ માં “ખુશ્બુ” ને શોધવા
ઊંચકી ને “મીત” ની નનામી કોઇ નીકળતા નથી હવે.
Subscribe to:
Posts (Atom)